કોરોનામા એક ડોકટરની વ્યથા !

“હં…સાંભળ ! હુ  પાકિઁગમા પહોચી ગયો છુ! તો દરવાજો ખુલ્લો રાખજે ! ”  કારમાથી ઉતરી રહેલા ડોકટર રાઘવનએ પોતાની પત્નીને કહયુ
             તેમની આંખો અપૂરતી ઉંઘને લીધે લાલઘૂમ થઈ ચૂકેલ હતી.તેમના નાક અને આખની ફરતે કાળા ધબ્બાઓ સ્પષ્ઠપણે જોઈ શકાય એમ હતા । PPE કિટ તથા હવાચુસ્ત માસ્કને લીધે તેમનુ લોહિ જામી ગયુ હતુ । આંગળી બારણામા આવી જવા પર લોહિ મરી જવાથી જે પીડા થાય છે તેવી જ પીડા તેમને હવે અનુભવીત થતી હતી।
ડોકટર રાઘવન ઝડપથી દાદર ચઢી ગયા।
“મોંટુને અંદરને રૂમમા જ રાખજે !” ઘરમા પ્રવેશતા જ ડોકટર રાઘવને પોતાની પત્નીને કહયુ.

કોરોનાની મહામારીમા પાછલા પાત્રીસ દિવસથી પોતાના ઘરે તે આ જ રીતે આવતા હતા
“ન પત્નીને મળવુ કે ન પોતાના બાળકને અડવુ” આ જ મંત્ર પર તેમણે ચાલવુ પડે એમ હતુ.
પોતાને સેનીટાઇઝ કરી નાહયા  બાદ તેમની નજરો જમવાની થાળી પર સ્થીર હતી,પણ તેની આંખ સામે ભૂતકાળના કેટલાક ચીત્રો દોડી રહયા હતા !
“કેવી રીતે કલીનીકમાથી આવવા પર પોતાના મોન્ટુને તેે તેડી  લેતા !
કેવી રીતે તેના મોન્ટુને તે વહાલભરી બચીઓ ભરતા અને કેવી રીતે રોજ પકડદાવની રમતમા પોતાને આઉટ કરવા પર એક ડેરીમીલ્ક મોન્ટુને આપતા!” તમામ તેમને દેખાય રહયુ હતુ.
તેમના આખમાથી આંસૂ વહી ગયા!

આ તરફ અંદરના રૂમનુ બારણુ ખુલ્લુ રહી જવા પર ચાર વષૅનો મોન્ટુ ધીમા પગલે બહાર આવ્યો !
રાઘવને નાના સ્મીથ સાથે મોન્ટુને કહયુ  ” દિકરા ! આજે ડેડી દાવ આપશે અને જો તુ મારાથી દૂર ભાગીશ તો તને એક વસ્તુ આપીશ”
નાનકડા મોન્ટુએ તેની કાલીવાલી ભાષામા કહયુ “ચુ આપચો ડેડી?”

“ડેરીમીલ્ક!” રાઘવને નીસાસો નાખ્યો !

લોકડાઉનના આ દિવસોમા ઘરમા રહી શુ કામો કરી શકાય?

લોકડાઉનના દિવસો ચાલી રહ્યા છે । કેટલીક આદતો આપણામા ન ખબર પડતા વીકસી રહી છે એ વીચારવાલાયક બાબત છે ।
ગળી વસ્તુ જમીન પર પડતા જ જેમ કીડીઓ તેને ઘેરી લે છે એમ માણસ જયારે પણ નીષ્ક્રીય બને છે ત્યારે આળસ આપો-આપ તેને ઘેરવા માંડે છે । રાત – રાત સુધી મુવી જોવા , સવારે બાર વાગ્યા સુધી પથારીમા પડી રહેવુ આવી તો કેટલીય ખરાબ આદતો આપણા શરીરમા ઘર કરી રહી છે । તરત જ તમે કહેશો કે તો કરવુ શુ?આ સીવાય શુ કરવુ ઘરમા?
પહેલી વાત આપણા ઇતીહાસમા થયેલા ભારતીયોની કયારેય પરીકલ્પના જ ન હતી કે આળસમા આળોટતા પડી રહેવુ એટલે જ આપણે ત્યા સૂયૅનમસ્કારનુ મહત્વ છે.સુયૅ ઉગે એ પહેલા ઉઠવુ આ ટેવ આપણા ભારતીયોની હતી.
તો કયા કયા કામો કરી શકીએ ઘરે રહીને ?
1)વહેલી સવારે ઉઠી કસરત કરી શકાય
2)પોતાની ફીલ્ડના ઓનલાઇન કોસૅના વીડીયો જોઇ તેમા માસ્ટરી હાસીલ કરી શકાય
3)તમને ગમતી સ્કીલને ડેવલપ કરી શકાય (પેઇન્ટીંગ,લેખન વગેરે)
4)સારા પુસ્તકોનુ વાંચન ફરજીયાત 2 કલાક કરો કારણ તમે જે પણ બનવા માંગતા હશો જો સારા વીચાર નહી હોય તો બધુ નકકામુ છે
5)ઘરમા મમ્મીને કામોમા મદદ કરો
જેમકે સવારે ઉઠ્યા પછી પહેલા પોતાની પથારી સરખી કરો,જે પણ વાસણમા તમે જમો છો એ તમારી થાળી ધોય નાખો(એમા કોઇ અભીમાન તુટવાનુ નથી) અથાઁત જેમ બને તેમ ઘરમા નડતરૂપ ન બનો।
6)જેટલુ બને એટલુ મૌન પાડો ।
7)પોતાના મીત્રોને ફોન કરો અને કોરોના સીવાયની વાતો કરો તો તમને સારૂ લાગશે
8)પોતાનો કબાટ સરખો કરો
9)જેટલુ બને એટલુ સારા વીચારો વાગોળો।
આવા કેટલાય કામો છે જે કરી શકાય । આ એ ક્ષણો છે જે પરીક્ષાની ક્ષણો છે । નાના બાળકની માફક સમયને પાસ ન કરો આ ઘડીઓ એ સુવણૅ તક છે વાપરો આને।

પણ હા કોરોના સામેની આ લડતમા ” ઘરમા જ રહો કોઇપણ ભોગે બહાર નીકળવાનુ નથી ” । ન્યુઝ પર દિવસમા બે વાર નજર મારતા રહો ।
ભૂલ કરશો નહિ અને કરવા દેશો નહિ
આભાર।

ખુદ પર યકીન કર !

હમણા તો સમય જ સમય છે।વાંચનનો મારો ખોરાક બરાબર પેટમા પડી રહયો છે એટલામા આજે ઇંગ્લેંડનો ઇતીહાસ વાચી રહયો હતો ।
ઈંગ્લેંન્ડનો ઈતીહાસ વાચશો તો ખબર પડશે કે તેઓ પહેલી બીજી સદીમા રોમન લોકોના ગુલામ હતા।
તે સમયે રોમન લોકોએ કયારેય કોઇ ઈંગ્લેંડના નાગરીકને રાજયવીશયક નીણૅયના પદ (મંત્રી,રાજાના દરબારમા કાયૅ) મા ભાગીદારી જ ન આપી.આ જ કારણે તે સદીમા ઈંગ્લેન્ડના લોકોમા કયારેય આત્મવીશ્ચાસ જ ન આવ્યો કે “અમે કાંઇક કરી શકીએ”
આ જ ઘટનાની અસર સમજવા જેવી છે.
રોમન લોકોએ થોડા વષૅ રાજ કયુઁ,ત્યાર બાદ બન્યુ એવુ કે પોતાના દેશ રોમમા યુધ્ધ ફાટી નીકળવાથી પોતાના દેશની રક્ષા માટે રોમનોએ ઈંગ્લેન્ડ છોડી દિધુ ।
આ પછી તરત જ ઉત્તર ઈંગ્લેન્ડ (આજનુ આયૅલેન્ડ)એ ઇંગ્લેન્ડ પર હૂમલો કયોઁ.પરીણામ સ્તબ્ધ કરી દે એવુ હતુ ! તેઓ લડી જ ન શક્યા ! કારણ કે રોમનોએ તેમનો આત્મવીશ્ચાસ મારી નાખ્યો હતો.તેમની વીરતા ખાડામા ડટાઇ ગઇ હતી . આ જ કારણે ત્યારબાદ એંગ્લો,સેકસન જેવી કેટલીય વીદેશી જાતી ઈંગ્લેન્ડમા આવીને એક પછી એક વસી ગઇ। ઈંગ્લેન્ડના લોકો આ બધુ જ મુકદશૅક બનીને જોતા રહ્યા ।
નવાઇની વાત તો એ છે કે એંગ્લો નામક જાતી કે જે વીદેશથી આવી અને જે બહુમતીમા પહોચી ગઇ હોવાથી તેમના નામ પરથી જ બ્રીટનના દક્ષીણ ભાગનુ નામ ઈંગ્લેન્ડ પડ્યુ.

શીખ :
1) આપણો આત્મવીશ્ચાસ જ આપણુ હથીયાર છે ।
2)જે વ્યકતી આપણા self confidence ને તોડવાની વાત કરે તેને દુશ્મન સમજજો ।
3) તમારી આવડતને બળ મલે એ જ કામને હાથમા લો,તો જ તમારુ ચરીત્ર ખીલશે ।